સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગ સામે પોલીસનું કડક વલણ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગ સામે પોલીસનું કડક વલણ
સતીશ ધાડગે હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ મંડલ ગેંગ સામે ગુજસીટોક
રાહુલ મંડલ અને તેની ગેંગ સામે 17 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા
ભેસ્તાન પોલીસની ગુનેગાર ટોળકી સામે મોટી કાર્યવાહી
ગુજસીટોકના સકંજાથી ગુનાખોર ટોળકીઓમાં ફફડાટ
સંગઠિત ગુનાખોરી ડામવા સુરત પોલીસનું કડક અભિયાન તેજ થયું

સુરત શહેરમાં ગુનાખોરી પર લગામ કસવા સુરત પોલીસે ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનારી ટોળકીઓ સામે ગુજસીટોકનો હથિયાર ઉગામી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા સતીશ ધાડગે હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ મંડલ અને તેની ગેંગ સામે 17 જેટલા ગંભીર ગુનાઓ હોય જેથી આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાતા અન્ય ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હોવાના આરોપો ધરાવતી રાહુલ મંડલ ગેંગ સામે હવે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ભેસ્તાન વિસ્તારમાં 5 ઓગસ્ટ, 2026ના રોજ સતીશ સુરેશભાઈ ઘાટગેની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ જૂની અદાવતને પગલે આરોપીઓએ ફાયરિંગ કરી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં ગેંગ સાથે સંકળાયેલા હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી અને આર્મ્સ એક્ટ સહિતના કુલ 17 ગુનાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી રાહુલ મંડલ સહિત સાત આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોને મળીને કુલ 10 લોકોને પકડી લેવામાં આવ્યા હતા. તેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે. સંગઠિત ગુનાખોરી પર નિયંત્રણ લાવવા પોલીસ કમિશનરની મંજૂરી બાદ ગુજસીટોકની કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને 28 ઓક્ટોબરના રોજ કોર્ટે આ કલમો ઉમેરવાની મંજૂરી આપતા રાહુલ મંડલ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાતા ગુનેગારોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *