સુરતમાં બકરી ઈદ પહેલા સુરત પોલીસનું સઘન પેટ્રોલિંગ
બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ
ડીસીપી, એસીપી, પી.આઈ. સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા
સુરતમાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા અત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી, એસીપી, પી.આઈ. સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતાં.
આગામી શનીવાર સાતમી જુનના રોજ મુસ્લિમ બિરાદરો બકરી ઈદના તહેવારની ઉજવણી કરનાર છે ત્યારે બકરી ઈદના તહેવારના સમયે અસામાજિક તત્વો કોઈ ટીખ્ખળ ન કરે તે માટે સુરત પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. સુરત શહેરમાં બકરી ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને અઠવા પોલીસ મથક વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું છે. અઠવા વિસ્તારમાં લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે, અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. મુખ્ય રસ્તાઓ, મસ્જિદો, જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ વધુ જોવા મળી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે. આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોકજમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે, જેથી તહેવારનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે. ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરાઈ છે. અઠવા પોલીસના આ સક્રિય પગલાંઓ તહેવાર દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવે છે. અઠવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવાઓ, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરો તેમ પણ જણાવ્યુ હતું. તો તો બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતાં. બકરી ઈદના તેહવારને લઈ 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું. ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરાયું હતું.