સુરતમાં ગાંજા સાથે એકની ધરપકડ
ઈચ્છાપોર પોલીસે અને ઝોન છ એલસીબી સ્કવોર્ડની કાર્યવાહી
રામજી કમલેશ બેનબંશી તથા એક કિશોરની ધરપકડ
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી ઈચ્છાપોર પોલીસ અને ઝોન છ એલસીબી સ્કવોર્ડની ટીમે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાર્કોટીક્સની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ ડીસીબી ઝોન છની એલસીબીની ટીમ અને ઈચ્છાપોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિપકકુમાર હરીસંગ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભુપતસિંહને મળેલી બાતમીના આધારેમોરા ખાતે આવેલ તપોવન સોસાયટી પ્લોટ નંબર 281ના રૂમ નંબર 15માં દરોડા પાડી ત્યાંથી આરોપી મુળ મહારાષ્ટ્રનો અને હાલ તપોવન સોસાયટીમાં રહેતા રામજી કમલેશ બેનબંશી તથા એક કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી 40 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ સહિત 50 હજારથી વધુની મત્તા પોલીસે કબ્જે કરી હતી.