સુરત: નંબર પ્લેટ બદલીને કારમાં દારૂની ખેપ
પોલીસે વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારને ઝડપ્યો
પોલીસે 9 લાખ 16 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતની પીસીબીની ટીમે પુણા પોલીસ મથક વિસ્તારમાંથી ફોરવ્હિલ ગાડીની નંબર પ્લેટ બદલી વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારને ઝડપી પાડી દારૂનો જથ્થો, ખોટી નંબર પ્લેટ વાળી કાર સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જામીરએ શહેર વિસ્તારમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવુતીઓ સદંતર નાબુદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોય જેને લઈ પ્રિવન્સન ઓફ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.એસ. સુવેરાનાઓના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ માણસો દ્વારા પેટ્રોલિંગ કરાઈ હતી તે સમયે પી.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ મીતેષભાઇ મનસુખભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે જે ગાડી થોડીવારમા પુણા, સુરત-બારડોલી રોડ, એપેક્ષ હોસ્પીટલ સામે આવેલ બ્રિજ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે પુણા, સુરત-બારડોલી રોડ, એપેક્ષ હોસ્પીટલ સામે આવેલ બ્રિજ ઉતરતા રોડ ઉપર જાહેરમાંથી દારૂ ભરેલી કાર લઈ પસાર થતા મુળ રાજસ્થાન ભીલવાડાનો અને હાલ રાંદેર રામનગરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ કનૈયાલાલ લખારાને ઝડપી પાડ્યો હતો. તો કારની ઝડતી લેતા કારમાંથી અલગ અલગ કારની નંબર પ્લેટો મળી આવી હતી જેથી બુટલેગર દારૂની હેરાફેરી કરવા માટે ફોર વ્હીલ ગાડીની નંબર પ્લેટ બદલી નાંખતો હોવાનુ સામે આવ્યુ હતું. હાલ તો પીસીબીની ટીમે પુણા પોલીસ મથકમાં ઝડપાયેલા આરોપી ઓમપ્રકાશ લખારા સામે ગુનો નોંધાવી દારૂ અને કાર સહત 9 લાખ 16 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાવ્યો હતો. તો દારૂનો જથ્થો આપનાર પાંડેસરાનો પવનસીંગ ઉર્ફે પારસ વોન્ટેડ જાહેર કરાયો હતો.