સુરતમાં ડ્રગ્સના નશામાં નસેડીએ મચાવ્યો ઉત્પાત
બીઆરટીએસ બસમાં મહિલાઓની હાજરીમાં કરી ધમાલ
પરિવહનના ચેરમેનએ વિડીયો અંગે તપાસના આદેશ આપ્યા
નસેડીને પોલીસ પકડી કાયદાનુ પાઠ ભણાવે તેવી લોક માંગ ઉઠી
સુરત મહાનગર પાલિકા સંચાલિત સીટી બસમાં નસેડીએ ગાળાગાળી કરી ચપ્પુ બતાવવાની સાથે ખુલ્લેઆમ ડ્રગ્સ બતાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે સુરત મનપાના પરિવહન વિભાગના ચેરમેનએ વાયરલ વિડીયો અંગે તપાસના આદેશ આપ્યા છે.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સીટી બસનો એક વિડીયો વાયરલ થયો હતો. કામરેજ રૂટની બસમાં એકનસેડી ઘુસી ગયો હતો અને મહિલાઓ સહિતનાઓની હાજરીમાં ગાળાગાળી કર્યા બાદ ચપ્પુ બતાવી પોતાના પર્સમાંથી ડ્રગ્સ કાઢી બતાવ્યુ હતું. દોઢ લાખનો મોબાઈલ અને પાંચ હજારનુ ડ્રગ્સ બતાવી નસેડીએ સેંખી મારવાની સાથે ગાળાગાળી કરી હતી. આ વિડીયો વાયરલ થયા બાદ સુરત મનપાના પરિવહન વિભાગના ચેરમેન દ્વારા પોલીસને તપાસ માટે આદેશ અપાયા છે. ચાલુ બસે કોઈ પેસેન્જર દ્વારા વિડીયો બનાવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. નસેડીએ ગાળાગાળી કરતા ડ્રાઈવરે બસ ઉભી રાખી હોય અથવા તો પોલીસ મથકે લઈ જવાઈ હોય તો નસેડી પકડાઈ ગયો હોત. જો કે ડ્રાઈવરે આવુ કર્યુ ન હતું. હાલ તો નસેડીએ ખુલ્લેઆમ ડ્રગ્સ બતાવી પોલીસને પડકાર ફેંક્યો હોય ત્યારે પરિવહન વિભાગના ચેરમેનએ તપાસના આદેશ આપ્યા હોય આ નસેડીને પોલીસ પકડી કાયદાનુ પાઠ ભણાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.