સુરતમાં જૂના જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી
હોળી બંગલા વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશાયી
જૂની ઈમારતની ગેલેરી અચાનક તૂટી પડી
ઇમારતની ગેલેરી ધરાસાહી થતાં સીસીટીવી સામે આવ્યા
સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બની છે. ચોમાસા પહેલા શહેરના કોટ વિસ્તારમાં બિલ્ડીંગનો ભાગ પડ્યો હોવાની ઘટના બની હતી. હોડી બંગલા વિસ્તારમાં બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ પડતા અનેક વાહનો દબાયા હતા તો લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.
સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સુરતના કોટ વિસ્તારમાં બિલ્ડીંગનો ભાગ ધરાશાઈ થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. વાત એમ છે કે સુરતના હોડી બંગલા વિસ્તારમાં મલેક બાવા બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ ધરાસાઈ થયો હતો. ગેલેરીનો ભાગ ધરાસાઈ થતા આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગેલેરીનો ભાગ પડતા વાહનોનો ખુરદો બોલાઈ ગયો હતો. તો ગેલેરી ધરાસાય થતા કાટમાળમાં લોકો દબાયાની આશંકા વચ્ચે સુરત ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.