સુરતમાં તાપી નદીમાં “મોતની છલાંગ”
વધુ એક યુવકની તાપી નદીમાં મોતની છલાંગ
યુવાનને સમયસુચતા વાપરી બચાવી લેવાયો
યુવાનને સારવાર માટે 108માં હોસ્પિટલે ખસેડાયો
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે સુરતના વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવાનને સમયસુચતા વાપરી બચાવી લેવાયો હતો જ્યારે યુવાનને સારવાર માટે 108માં હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતમાં આર્થિક સંકડામણ કે કોઈ પણ કારણોસર લોકો આપઘાત સહિતના બનાવોને અંજામ આપી રહ્યા છે. મોંઘવારીના કાળા સમયમાં લોકો પોતાનુ અને પરિવારનું પેટ ન ભરી શકતા હોય તેવા સમયે લોકો આપઘાત કરતા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે વરિયાવ બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે યુવાનનો ઉગારો થયો હતો. વાત એમ છે કે સુરતના વરિયાવ બ્રિજ પરથી એક યુવાને કુદોક મારતા સ્થાનિકોએ ત્વરિત ફાયરને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી ગઈ નદીમાંથી યુવાનને બહાર કાઢી સારવાર માટે 108માં હોસ્પિટલે ખસેડ્યો હતો.