અરવલ્લીમાં ખેડૂતને કરંટ લાગતા મોત નીપજ્યું
પાણીની મોટર શરૂ કરતા સમયે બની ઘટના
અરવલ્લી વાકાટીંબા ગામે ખેડૂતને કરંટ લાગતા મોત નીપજ્યું, પાણીની મોટર શરૂ કરતા સમયે બની ઘટના
કેટલીક કાર આકસ્મિત ઘટનાઓ બનતી હોય છે અને જેમાં જીવ ગુમાવવાનો વાળો પણ આવતો હોય છે તેવી જ એક ઘટના સામે આવી છે જે ભિલોડા તાલુકાના વાકાટીંબા ગામે ખેડૂત પોતાના ખેતરમાં મોટર શરૂ કરવા ગયો હતો તે સમયે મોટર બોર્ડ નું વાયરલ ખેડૂતના ડાબા હાથમાં અડકી જતા કરંટ લાગ્યો હતો અને જોત જોતામાં કરંટ ખેડૂતના શરીરમાં ફૂટી જતા તાત્કાલિક ખેડૂતને ઇસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો પરંતુ કરંટ શરીમાં ફૂટી જતા ખેડૂતનું હાર્ટ બંધ પડી જતા દવાખાન ના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યો હતો. આમ 45 વર્ષીય વાકાટીંબા ગામના વરુણભાઈ નામના ખેડૂતનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું અચાનક મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો