સોનગઢ લક્કડકોટ રોડ ની બાજુના ઘરમાં લાખો રૂપિયાની ચોરી.
જ્યાં પોલીસ ચેકનાકુ બનાવીને દારૂડિયા પકડે છે ત્યાંથી ચોરો લાખોની ચોરી કરી ગયા.
સોનગઢ એલ કે રોડ પર જ્યાં પોલીસ નું ચેક નાકું છે એના બાજુના ઘરમાંથી જ ચોરો લાખો રૂપિયાની ચોરી કરી જતા સોનગઢ પોલીસ ની કામગીરીને ચેલેન્જ આપતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા..જેથી સોનગઢમાં વધી રહેલા ચોરીના બનાવો ચિંતા ના વિશે બન્યા હતો.
સોનગઢ તાલુકાના વાકવેલ એલ.કે રોડ ની શરૂઆતમાં જ જ્યાં પોલીસ ચેક નાકું બનાવી દારૂડિયા પકડવાની કામગીરી કરે છે એના બાજુમાં ઘર ધરાવતા બીપીનભાઈ ગામીત ના પત્નીનું ઓપરેશન હોવાના કારણે તેઓ પોતાના બંને પુત્ર જોડે બારડોલી હોસ્પિટલમાં હતા ત્યારે બેફામ બનેલા ચોરોએ એમના ઘરને નિશાન બનાવતા લાખો રૂપિયાની ચોરી કરી સોનગઢ પોલીસને સામે પડકાર ફેંક્યો હતો. અત્રે નોંધ રહ્યું કે એક જાગૃત નાગરિક તરીકે આ ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ચોર એટલા બધા જાણકાર હતા કે તેઓ પહેલા કેમેરાનો વાયર કાપ્યો તાળા તોડિયા અને પછી નવું તાળું પણ લગાવી ગયા. આ ઘરમાંથી ચોરો દ્વારા 113.40 ગ્રામ સોનાના મંગળસૂત્ર કાનની બુટ્ટી ચેન અને સોનાના ઘરેણા ચોરી કરી ગયા હતા. ચોરીની આવી વધી રહેલી ઘટનાના કારણે સોનગઢ નગરજનોમાં ભયનો માહોલ ફેલાવવા પામ્યો છે. અને સવાલ ઉઠવા પામ્યો છે કે શું હવે ઘર છોડીને કસે બહાર ફરવા કે લગ્નમાં જવું જ નહી??? અરે શું ચોરોમાં પોલીસનો ભય નથી રહ્યો કે તેઓ આ રીતે બેફામ બની ચોરી કરી રહ્યા છે. ત્યારે આ મધ્યમ વર્ગીય પરિવાર ને ચોરી થયેલી વસ્તુઓ પાછી મળે અને આવી ઘટનાઓ સોનગઢમાં ના બને તે માટે સોનગઢ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠાવવા પામી છે. …