રૂપનગર ગ્રામપંચાયત ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રહ્યા ખાસ ઉપસ્થિત
વિકાસના કામો માટે રૂ.૧૦ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે
અરવલ્લી: બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ, ભરતભાઈ પરમાર બિનહરીફ સરપંચ બન્યા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ છે. આ પંચાયતમાં ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી. અગાઉ કરેલી જાહેરાત મુજબ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતને વિકાસના કામો માટે રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.
૯૫૩ મતદારો ધરાવતી આ પંચાયતના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરતભાઈ પરમાર અને અન્ય સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાઈટ:
* ભરતભાઈ પરમાર (નવનિયુક્ત સરપંચ): “અમારી પંચાયત સમરસ બની છે તેનો અમને ખૂબ આનંદ છે. ગામના વિકાસ માટે અમે સૌ સાથે મળીને કામ કરીશું અને ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાનો ગ્રાન્ટ આપવા બદલ આભાર માનીએ છીએ.”
* ધવલસિંહ ઝાલા (ધારાસભ્ય, બાયડ): “રૂપનગર પંચાયત સમરસ બની તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. ગામના લોકોએ એકતા દર્શાવી છે અને આ સમરસતાથી ગામનો ઝડપી વિકાસ થશે. મેં કરેલી જાહેરાત મુજબ, વિકાસ કાર્યો માટે ૧૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ તાત્કાલિક ફાળવવામાં આવશે.”