સુરતમાં રેલવે મંત્રીની મુલાકાત પહેલા કાર્યવાહી,
કોંગી નેતા રજૂઆત કરે તે અગાઉ કરાયા નજર કેદ
ઉધના અને ઉતરાણ રેલ્વે સ્ટેશનની સમસ્યાઓ અંગે કેન્દ્રીય રેલ્વે મંત્રીને રૂબરૂ મળી રજુઆત કરવા જવા સમય માંગનાર કોંગ્રેસી કાર્યકરોને પોલીસે નજર કેદ કર્યા હતાં.
કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળીને સુરત, ઉધના અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સમસ્યા બાબતે રજુઆત કરવા માટે કોંગ્રેસે સમય માંગ્યો હતો. જો કે રેલવે મંત્રી સુરત આવે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તા રેલવે મંત્રીને ન મળી શકે તે માટે તેમને શહેરમાં જ પોલીસ દ્વારા ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતાં. સરકારી તંત્ર લોકોની રજૂઆત પણ રેલ્વે મંત્રી સુધી પહોંચવા દેતું ન હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા હતાં. કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે રેલવે મંત્રી જો માગણી નહીં સ્વીકારે તો આગામી 8 જુન 2025ના રોજ રેલવે રોકો આંદોલન કરાશે.