સુરત જિલ્લામાં વરસાદ-પવનથી ખેડૂતોને મોટું નુકસાન
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ સીએમને પત્ર લખ્યો,
ડાંગર-બાગાયતી પાકોને નુકસાન, સર્વે કરી વળતરની માંગ
સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદને કારણે ખેતીમાં થયેલ નુકસાનનો તત્કાલ સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરી ખાસ કિસ્સામાં ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવા ની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ છે.
સુરત જીલ્લામાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયો હતો. પરંતુ સુરત જીલ્લાના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યુ છે. આ વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. સુરત જીલ્લામાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગર પાકની કાપણી કરી ભેજ સુકાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરનાં તૈયાર થયેલ પાકમાં નુકસાન થયુ છે. ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતર અને ખુલ્લી જગ્યાઓમાં સુકાવા માટે રાખ્યો હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયો છે. આ પલળી ગયેલ ડાંગરના ગ્રેડિંગ નીચે આવાને કારણે પણ ખેડૂતોને નુકસાન જશે આ વાત ચોક્કસ છે. આ જ રીતે તલનાં પાકને પણ નુકસાન થયુ છે તેમજ ભારે પવનનાં કારણે કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયુ છે.આ ઉપરાંત ભારે પવન સાથે થયેલ વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોના શાકભાજીના પાકને પણ ભારે નુકસના થયુ છે. જેથી તમામ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે. જેથી મુખ્યમંત્રીએ આ રજૂઆતને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદને કારણે ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને થયેલા નુકસાનનો તત્કાલ સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે. આ રજૂઆતને ધ્યાને રાખી સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદનાં કારણે જે વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. જેનો તત્કાળ સર્વે કરાવવામાં આવે અને ખાસ કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થયુ છે તેમને માટે આર્થિક પેકેજ જાહેર કરી નુકસાન વળતળ ચૂકવવામાં આવે એવી ખેડૂતો વતી ખેડૂતોનાં હિતમાં માંગણી કરાઈ હતી.