રાજકોટ શહેરમાં એસઆઈઆર કામગીરી રેડઝોનમાં
SIR ની કામગીરીને લઈને રાજકોટ કલેકટરનું નિવેદન
મતદાર યાદી મામલે મૂંઝવણ હોય તો બીએલઓ તમને મદદ કરશે
રાજકોટ સહિત રાજયભરમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી ચાલી રહી છે જેમાં રાજકોટ શહેર જીલ્લામાં આ કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે 4000 થી વધુ બુથ લેવલ ઓફીસર (બીએલઓ) દ્વારા ઘેર ઘેર મતદાર ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ શહેરમાં એસઆઈઆર કામગીરી રેડઝોનમાં છે. જેના પગલે જીલ્લા કલેકટર ઓમપ્રકાશ દ્વારા ગઈકાલે બપોર બાદ જીલ્લાના તમામ મામલતદારો, પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કામગીરી ઝડપભેર થાય તે માટે તાકીદ કરી હતી. આ કોન્ફરન્સ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેર-જીલ્લામાં એસઆઈઆરની કામગીરી માટે તાજેતર માંજ બીએલઓ સાથે આસી. બીએલઓની પણ નિમણુંક કલેકટર તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જેમાં એક બુથ ઉપર બે બે ટીમ બનાવવામાં આવી છે, SIR ની કામગીરીને લઈને રાજકોટ કલેકટરનું નિવેદન સામે આવ્યું છે
રાજકોટમાં એસઆઈઆરની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોય તે રેડઝોનમાં હોય કામગીરી ઝડપભેર આગળ વધે તે માટે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા ગઈકાલે તમામ મામલતદારો, ડે.કલેકટરો, અને પ્રાંત અધિકારીઓને સુચના આપી હતી. કલેકટર કચેરીના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેરમાં એસઆઈઆરની આ કામગીરીમાં મતદારો પૂરતો સહયોગ આપતા ન હોય આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરીમાં વર્ષ 2002ની મતદાર યાદી સાથે મેપીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વર્ષ 2002થી અત્યાર સુધીમાં અનેક મતદારોના રહેઠાણ બદલાઈ ગયા હોય તેમના અને તેમના પરીવારના નામ શહેરના કયાં મતદાન બુથો ઉપર હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
