સુરતમાં લાખો રૂપિયાના દારૂ પર રોલર ફરી વળ્યું
અઠવા, ઉમરા, પાંડેસરા, વેસુ, અલથાણ અને ખટોદરામાં દારૂનો નાશ કરાયો
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો
દારૂબંધી હોવા છતા સુરતમાં બુટલેગરો દારૂનો વેપલો કરતા હોય છે ત્યારે સુરતના ઝોન ફોર વિસ્તારમાં આવેલા વિવિધ પોલીસ મથકોમાં પકડાયેલા દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો પોલીસ મથકના ભ્રષ્ટ વહિવટદારોના આશિર્વાદથી ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતા હોય છે ત્યારે આવા જ બુટલેગરો દ્વારા લવાતા દારૂના જથ્થાને પકડી પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરતી હોય છે ત્યારે સુરત ડીસીપી ઝોન ફોર માં આવતા છ પોલીસ મથકો જેમાં અઠવા, ઉમરા, અલથાણ, ખટોદરા, વેસુ અને પાંડેસરા વિસ્તારમાં ત્રણ મહિનામાં 113 કેસમાં ઝડપાયેલા આશરે 21 લાખ 82 હજારના દારૂના જથ્થાનો એસડીએમ, એસીપી, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો. જે અંગે ડીસીપી ઝોન ફોર વિજયસિંહ ગુર્જરએ માહિતી આપી હતી.