સુરતના પાલમાં ઈલેક્ટ્રીક બસમાં ધુમાડા નીકળ્યા
બસની બેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
ધુમાડો નીકળતા ફાયર વિભાગ દોડતું થયું
બસમાંથી ધુમાડો નીકળતા દોડધામ
પાલ ઈલેકટ્રીક બસમાં આગ
સુરતના પાલ ખાતે આવેલ બીઆરટીએસ બસના ડેપોમાં ચાર્જિંગમાં મુકાયેલી બસની બેટરીમાં શોર્ટ સર્કીટ બાદ ધુમાડો નિકળતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી.
સુરતમાં ઉનાળાના સમયે આગના બનાવો બનતા હોય જેને લઈ ફાયર પણ આગની જાણ થતા જ તાત્કાલિક સ્થળે દોડી જાય છે. ત્યારે સુરતના પાલ ખાતે બીઆરટીએસ બસ ડેપોમાં પાર્ક બસમાંથી ધુમાડો નિકળતા ભાગદોડ મચી ગઈ હતી. વાત એમ છે કે સુરતના પાલ ખાતે આવેલ બીઆરટીએસ ડેપોમાં ચાર્જિંગમાં મુકાયેલી બસની બેટરીમાં શોર્ટ સર્કીટ થયુ હતુ જેને લઈ બસમાંથી ધુમાડો નિકળતા ફાયર વિભાગ દોડી ગયુ હતું અને કામગીરી હાથ ધરી હતી. જો કે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.