સુરતની એલસીબી ઝોન વનની ટીમે ઠગાઈ આચરનારને ઝડપી પાડ્યો
આરોપી ગોલ્ડ લોન લઈ ગોલ્ડ જમા ન કરાવી ઠગાઈ આચરનારતા હતા
રોનક દેવરાજ હિરપરાને ઝોન-1 એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો.
એલસીબી શાખા ઝોન વનની ટીમે વરાછા પોલીસ મથકની હદમાં મંગલ ક્રેડીટ એન્ડ ફિનકોર્પ લીમીટેડ નામની બેંકમાંથી ગોલ્ડ લોન લઈ ગોલ્ડ જમા ન કરાવી ઠગાઈ આચરનારને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન દ્વારા નાસતા ફતરા આરોપીઓને શોધવા આપેલી સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન વનની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરીસિંહ ભગવાનભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આનંદ રાજેન્દ્રભાઈનાઓએ વરાછા પોલીસ મથકમાં મંગલ ક્રેડીટ એન્ડ ફિનકોર્પ લીમીટેડ નામની બેંકમાંથી ગોલ્ડ લોન લઈ અને ગોલ્ડ જમા ન કરાવી 5 લાખ 62 હજારની ઠગાઈ આચરનાર ઠગ એવા મુળ અમરેલીના લિલીયા તાલુકાનો અને હાલ સરથાણા ખાતે સંસ્કારવિલા સોસાયટીમાં રહેતા ઠગ રોનક દેવરાજ હિરપરાને ધઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.