સુરત એસીપીબી.એમ. ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થતાં ભૂગર્ભમાં ઉતર્યા
ખોટા જાતિના પ્રમાણ પત્ર રજૂ કરી સરકારી લાભો મેળવ્યા હતા
છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી તપાસ
સુરતમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરાયો છે. તેમણે 1993માં પીએસઆઇ પોસ્ટીંગ મેળવવા સમયે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણ પત્ર મૂક્યું હતું. જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાંની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેમની ઉમરા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
સુરતમાં ACP રીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ તારીખ 21 મે ના બુધવારે ડિસમિસ ર્કરવાનો હુકમ કર્યો હતો. ACP બી.એમ. ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે. આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશામાં વધી રહ્યો છે. આ સમગ્ર મામલો 7 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો, જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ, ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઊભા કરીને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાને અનુસૂચિત જનજાતિનો જાહેર કરીને જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે. એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, વિભાગીય વિશ્લેષણ સમિતિ, સુરત દ્વારા તમામ દસ્તાવેજો, અરજદારના નિવેદનો તથા વિજિલન્સ સેલના તપાસ અહેવાલ આધારે પરિણામ પર પહોંચવામાં આવ્યું છે
ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજીલન્સ સેલને તપાસ સોંપી હતી. વિજીલન્સ વિભાગે પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. બાદમાં આ મામલો 2024માં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી પહોંચ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતા તથા હાલ પીપલોદ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય મુકેશકુમાર નરોત્તમ ગામિતને આ બાબતે પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી