લગ્નના વિવાદને લઈ કાજલ મહેરિયાએ વીડિયો કર્યો જાહેર

Featured Video Play Icon
Spread the love

લગ્નના વિવાદને લઈ કાજલ મહેરિયાએ વીડિયો કર્યો જાહેર
મે ખૂબ સભાન અવસ્થામાં અલ્પેશ સાથે લગ્ન કર્યા.
મેં મારી મરજીથી લગ્ન કર્યા છે આમાં કોઈએ દખલ કરવાની જરૂર નથી.

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયા છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવન અને પ્રેમ લગ્નને લઈને વિવાદોના વંટોળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અનેક અટકળો અને પરિવારના વિરોધ વચ્ચે હવે કાજલ મહેરિયાએ મૌન તોડ્યું છે. એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, “મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, આમાં કોઈએ દખલ કરવાની જરૂર નથી.

ગુજરાતી લોકગાયિકાના વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાજલના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં તેણે આક્ષેપ કર્યો હતો કે કાજલે પરિવાર અને સમાજની જાણ બહાર ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. ભાઈએ સમાજ પાસે મદદની પણ ગુહાર લગાવી હતી, જેના કારણે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વીડિયોમાં કાજલ મહેરિયાએ ખુલાસો કર્યો કે તેમણે 10 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સંવિધાનના નિયમો અનુસાર અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. કાજલે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ ધાક-ધમકી કે દબાણમાં લેવાયો નથી, પરંતુ પૂરી સ્વભાન અવસ્થામાં લેવામાં આવ્યો છે.

પોતાના અંગત જીવન પર થઈ રહેલી ટીકાઓથી નારાજ કાજલે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે કોઈ ખરાબ રીતે હેરાન કરશે કે અભદ્ર કોમેન્ટ કરશે, તો તે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા અચકાશે નહીં. તેમણે સનાતન ધર્મના લોકો પાસે સાથ અને પ્રેમની અપેક્ષા પણ વ્યક્ત કરી છે. આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે તેમના પરિવાર અને ચાહકોનો પ્રતિભાવ કેવો રહે છે, પરંતુ હાલ પૂરતું તો કાજલે તેમના પ્રેમ માટે મક્કમતા બતાવીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *