સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર
એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ
5 વર્ષની દીકરીનું કરુણ મોત
સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન આજે માત્ર 5 વર્ષની દીકરીનું કરુણ મોત નીપજતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે.
સુરતના વરાછા વિસ્તારમાં કરૂણાંતિકા સર્જાઈ છે. વાત એમ છે કે ગત શનિવારે વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યોએ શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું હતું. ભોજન કર્યા બાદ માતા-પિતા સહિત બે દીકરીઓની તબિયત અચાનક બગડી હતી. પરિવારના પાંચેય સભ્યોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર મામલે ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
