સુરત : તાપી નદી બે કાંઠે વહેતી થઈ,
ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું
બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવે ડૂબ્યો
બારડોલી. ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદીમાં જળસ્તર વધ્યું છે. જેના કારણે બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
પરિણામે, ઉન, કોસાડી, ગોડાવાડી, ખંજરોલી જેવા ગામોનો કડોદ, બારડોલી અને સુરત તરફનો સીધો માર્ગ બંધ થઈ ગયો છે. આ ગામોના સ્થાનિક લોકોને હવે 20 કિલોમીટરનો વધારાનો ચકરાવો લઈને અવરજવર કરવી પડે છે, જેનાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં સુધી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું ન થાય અને તાપી નદીનું જળસ્તર સામાન્ય ન થાય, ત્યાં સુધી આ કોઝવે વાહનવ્યવહાર માટે બંધ રહેશે અને લોકોને આ વધારાનો રસ્તો વાપરવો પડશે.
