માંડવી : આંબલી ડેમ ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો
27 જેટલા નીચાણવાળા લોકોને એલર્ટ રહેવા સૂચના અપાય
માંડવી તાલુકા નો ખેડૂતોની જીવાદોરી સમાન આંબલી ડેમ 83 .87 ટકા ભરાતા ડેમનો 1 દરવાજો હાલમાં ખોલવામાં આવ્યો છે.
માંડવી તાલુકા માટે ખેડૂતોને આશીર્વાદ સમાન આંમલી ડેમ માં હાલ 83. 87 જેટલો પાણીનો જથ્થો ભરાવા પામ્યો છે તેમજ ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે જેમાંથી આઉટફલો 800 ક્યુ સેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે 27 જેટલા નીચાણવાળા વિસ્તારને જાણ કરવામાં આવી છે અને માંડવી વહીવટી તંત્ર દ્વારા 27 જેટલા નીચાણવાળા લોકોને એલર્ટ રહેવા સૂચના અપાય છે. અમલીડેમના નાયબ કાર્યપાલક ઇજનેર કમલભાઈ ચૌધરી તથા કર્મચારીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે..
