નવસારીના પેરા ગામે વન વિભાગને સફળતા

Featured Video Play Icon
Spread the love

નવસારીના પેરા ગામે વન વિભાગને સફળતા
આશરે દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ
ખેતર અને વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડી દેખાતી હતી
દીપડીના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો

નવસારીના પેરા ગામે આશરે દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ છે. ગામના ખેતર અને વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડી દેખાવાની ઘટનાઓ સામે આવી રહી હતી.

જેને પગલે વનવિભાગને જાણ કરવામાં આવતા દીપડીને પકડવા માટે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારે શિકારની શોધમાં આવેલી આશરે દોઢ વર્ષની દીપડી પાંજરામાં કેદ થઈ હતી. દીપડી પાંજરે પુરાતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડીનો કબજો લીધો હતો. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ દીપડીની જરૂરી તબીબી તપાસ બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *