પાંડેસરા બાદલી પોઇન્ટ નજીકની ઘટના

Featured Video Play Icon
Spread the love

પાંડેસરા બાદલી પોઇન્ટ નજીકની ઘટના
કારખાનામાં યુવકનું મોત થતાં વિસ્તારમાં ચકચાર
ઘટનાને પગલે સ્થાનિક સ્તરે ચર્ચા
યુવકના મોત પાછળનું કારણ હાલ સ્પષ્ટ નથી

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાદલી પોઇન્ટ નજીક આવેલા એક કારખાનામાં યુવકનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાદલી પોઇન્ટ નજીક કારખાનામાં યુવકના મોતની ઘટના બની હતી. વાત એમ છે કે મુળ ઓડિશાનો 36 ર્ષીય મૃતક ચિચિંતા ભૂતાન સુરતમાં રહી કારખાનામાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેને પરિવારમાં દીકરા-દીકરી છે અને તેનો પરિવાર હાલ ગામડે છે. જો કે પરિવારના આધારસ્તંભ સમાન યુવકના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. યુવકના મોતને પગલે પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી હતી. સાથે જ કારખાનામાં બનેલી આ ઘટનાની યોગ્ય તપાસ કરી યુવકના મોતનું કારણ સ્પષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. હાલ તો આ મામલે પોલીસ તપાસની માંગ વચ્ચે ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *