અમરેલી કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ
અમરેલી જિલ્લામાં પોલીસ અધિક્ષકની પ્રતિક્રિયા
અજાણ્યા લોકોએ ગાડી રોકવાના પ્રયાસ અને ગાડી પર હુમલો કર્યો
અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દૂધાત અને ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ પૂંજા વંશની ગેરહાજરીની અનેક ચર્ચાઓ સામે આવી હતી. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની કાર પર હુમલાની ઘટના સામે આવી છે.
જૂનાગઢ ખાતે ગુજરાત કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. પરંતુ અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દૂધાત અને ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ પૂંજા વંશની ગેરહાજરીની અનેક ચર્ચાઓ સામે આવી હતી. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની કાર પર હુમલાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની કાર પર હુમલાની ઘટના સામે આવી છે. પ્રતાપ દૂધાત સોમનાથથી પરત ફરતા હતા ત્યારે ગત રાત્રે દુધાળા ગામ નજીક ગાડી આંતરવાનો પ્રયાસ કરી કાર પર ધોકાથી હુમલો કરાયો હતો. આ સમગ્ર ઘટના મુદ્દે પ્રતાપ દૂધાતના ડ્રાઈવરે ધારીના પોલીસ ઈન્સપેક્ટર જાડેજા સાથે વાત કરી હોવાનો એક ઓડિયો પણ ફરતો થયો છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રતિક્રિયા સામે આવી છે રાત્રે 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ આપવામાં આવી નથી. હવે આ ઘટના અંગે પ્રતાપ દૂધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે. કોંગ્રેસ પ્રમુખની કાર પર હુમલાની ઘટનાએ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. તેઓ તાજેતરમાં મળેલી પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર રહ્યા હતાં પરંતુ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તેમની ગેરહાજરી અંગેનું કારણ આગળ ધર્યું હતું…અશોક મણવર અમરેલી
