સુરતમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ
પાલ વિસ્તારમાંથી એક શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
12 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

સુરતમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ક્રાઈમ બ્રાન્ચે પાલ વિસ્તારમાંથી ઝડપી પાડી 12 મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી.

દિવાળીના તહેવાર પહેલાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પાલના વાસુપૂજ્ય ડ્રીમ્સના ફ્લેટમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી ધર્મેશ રમણલાલ શાહ નામનો ઈસમ મોબાઈલ અને વેબસાઈટના માધ્યમથી ભારત-ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો અને રમાડતો ઝડપાયો હતો. આરોપી મેચના રન, ઓવર, સેશન અને હાર-જીત પર રૂપિયાના સોદા કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 12 મોબાઈલ ફોન, એક રાઉટર, હિસાબની નોટબુક અને સ્ટડી ટેબલ સહિત કુલ 61,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *