સુરતમાં દિવાળી પહેલાં ગેરકાયદે હથિયાર ઝડપાયું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દિવાળી પહેલાં ગેરકાયદે હથિયાર ઝડપાયું
ઉત્રાણના તાપી કિનારેથી 19 વર્ષીય યુવક પકડાયો
જર્મન રિવોલ્વર સાથે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

સુરતમાં દિવાળી પહેલાં ગેરકાયદેસર હથિયારો સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હોય તેમ ઉત્રાણના લજામણી ચોક નજીક તાપી કિનારેથી 19 વર્ષીય યુવકને જર્મન રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો.

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ સ્ક્વોડે બાતમીના આધારે ઉત્રાણના જય ભવાની સોસાયટી પાછળ, રિવર ગ્રીન ફાર્મ સામે તાપી કિનારે દરોડા પાડી ત્યાંથી મોટા વરાછામાં રહેતા વિષ્ણુ ઉર્ફે વિશો પરેશભાઈ કાનાણીને એક રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે આશરે ત્રણ મહિના પહેલાં મિત્ર પાસેથી હથિયાર મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. મિત્રો પર વટ પાડવા માટે હથિયાર બતાવતો હોવાની કબુલાત કરી હતી. હાલ તો જર્મન બનાવટની ઈમ્પોર્ટેટ રિવોલ્વર ક્રાઈમ બ્રાન્ચે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *