સુરતમાં અફવાનો વીડિયો બનાવી વેપારીઓ પાસે ખંડણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અફવાનો વીડિયો બનાવી વેપારીઓ પાસે ખંડણી
શ્રમિકોને ગેરમાર્ગે દોરનાર આરોપીને સલાબતપુરા પોલીસે ઝડપ્યો

સુરતની સલાબતપુરા પોલીસે સોશિયલ મીડિયા મારફતે શ્રમિકોને ગેરમાર્ગે દોરી ખોટી અફવાનો વિડીયો બનાવી એમ્બ્રોઈડરી વેપારીઓ પાસેથી રૂપિયા પડાવનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં શ્રમિક આંદોલન વચ્ચે વેપારીઓને ધમકાવી રૂપિયા પડાવવાના કથિત કાવતરૂ રચાયો હતો. સલાબતપુરા પોલીસના જણાવ્યા રિક્ષા ચાલક રાજેશ સુરેશચંદ્ર વર્મા શ્રમિકોને આંજણા વિસ્તારમાં કામે લઈ જતો હોવાની ઓળખ આપીને વેપારીને ધમકાવતો હતો. ખાતું ચાલુ રાખવું હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી હતી. વેપારી પાસેથી 10 હજાર રૂપિયા લીધા બાદ વધુ રૂપિયા નહીં મળતાં સોશિયલ મીડિયા પર શ્રમિકોને ગેરમાર્ગે દોરતો વીડિયો બનાવી અપલોડ કરશે તેવી ચિમકી આપી હતી. હાલ તો સલાબતપુરા પોલીસે યુપી વાસી રીક્ષા ચાલક રાજેશ સુરેશચંદ્ર વર્માને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *