મોરબીમાં જમીન ખેડૂતોની કિંમત પણ એજ નક્કી કરશે, સરકાર નહીં
મહારાષ્ટ્રના ખેડૂતનેતા રઘુનાથ દાદાની ચીમકી,
ફાર્મર જેન-ઝી’ની માગ નહીં સ્વીકારે તો સરકાર પરિણામ ભોગવશે
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ કોરિડોર સામે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સત્યાગ્રહ છાવણી ખાતે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી.
મોરબીમાં ખેડૂત આંદોલનમાં પહોંચેલા રઘુનાથ દાદા પાટીલે જણાવ્યું હતું કે જમીન ખેડૂતોની છે, તેથી તેની કિંમત સરકાર નહીં, પરંતુ ખેડૂતો જ નક્કી કરશે. જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ખેતરમાં થાંભલા નાખવા દેવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો સરકાર ખેડૂતોની માંગણીઓ સંતોષશે નહીં, તો આગામી સમયમાં માત્ર રાજ્યવ્યાપી નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. મંગળવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે રઘુનાથ દાદા પાટીલની હાજરીમાં એક સભા યોજાઈ હતી, જેમાં મોરબી સહિત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
