માંડવીમાં સેનાના સન્માનમાં તિરંગા યાત્રા
42 ફૂટ લાંબા તિરંગા સાથે મંત્રી,સાંસદ અને નગરજનો જોડાયા
માંડવીનગર ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાની પ્રબળ કટિબદ્ધતા સાથે ભારતીય સેનાના શૂરવીરો ધ્વારા હાથ ધરાયેલા “ઓપરેશન સિંદૂર” દેશની સુરક્ષા અને અખંડતા માટે એક ઐતિહાસિક પગલું છે.
આ તિરંગા રેલી માંડવી આશાપુરા માતાના મંદિર થી જૈન દેરાસર થઈ સુપડી વિસ્તાર ખાતે સમાપન કરાયું. માંડવીના વતની એવા અનસુયાબેન કાપડિયાએ આર્મી ફંડ 54000 અને પીએમઓ ફંડમાં 54000 એમ કુલ 01, 08,000 નું માતબર દાન ના ચેક અર્પણ કરી રાષ્ટ્રભાવના બિરદાવી હતી. આ અવસરે ગુજરાત રાજયકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ , બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા , સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક, સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને માંડવી તાલુકા પ્રભારી વિકાસભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ મંત્રી ડો. આશિષભાઈ ઉપાધ્યાય, જિલ્લા પંચાયત સભ્ય રોહિતભાઈ પટેલ, માંડવી નગર પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, માંડવી તાલુકા પ્રમુખ અનિલભાઇ ચૌધરી, માંડવી નગર પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી અને નીતિનભાઇ શુક્લ, માંડવી તાલુકા પૂર્વ પ્રમુખ દિનેશભાઇ પટેલ, માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તથા જિલ્લામાંથી પધારેલ મહાનુભવો, માંડવી નગર અને તાલુકાના ભાઈઓ – બહેનો અને યુવા મિત્રો, રાષ્ટ્રભાવના સાથે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, ડોક્ટર વકીલો તેમજ તમામ વર્ગના નાગરિકો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી .