સુરત ઓલપાડના ઉમરાગામમાં રાહત કામગીરી

Featured Video Play Icon
Spread the love

સુરત ઓલપાડના ઉમરાગામમાં રાહત કામગીરી
વરસાદને લઈ અનેક જગ્યાએ પુર જેવા સ્થિતિ સર્જાઈ
અધિકારીઓએ રાહત વિતરણ કાર્યક્રમ યોજ્યો

સુરત જિલ્લાના ઓલપાડના ઉમરાગામ વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત પરિવારો માટે સરકાર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અધિકારીઓએ રાહત વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો.

સુરતમાં ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ પુર જેવા સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડના ઉમરાગામ ખાતે ભારે વરસાદ અને પુરથી પ્રભાવિત પરિવારો માટે રાહત કામગીરી હાથ ધરાઈ હતી. ધારાસભ્ય મુકેશ પટેલ, ડેપ્યુટી કલેક્ટર, ડીસીપી લખધીરસિંહ ઝાલા, એસીપી પાર્થ ચોવટીયા સહિત પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં ઉમરાગામ હળપતિવાસ ખાતે રાહત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પૂરથી પ્રભાવિત પરિવારોને કેશડોલ, રાશન કીટ અને સાડીનું વિતરણ કરી સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિકોએ પણ આ રાહત કામગીરીને આવકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *