લીંબડી હોસ્પિટલ રોડ પર મહિલાઓ દ્વારા કચરો ફેલાવયો
રામદેવપીરના ખાચા પાસેથી કોથળા ભરીને કચરો ઠાલવવામાં આવ્યો
લીંબડી હોસ્પિટલ રોડ તેમજ આજ હોસ્પિટલ રોડ ઉપર આવેલ સબ જેલ નજીક આ વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા કચરો ફેલાવતા જોવા મળ્યા છે
ત્યારે હાલ આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા નગરપાલિકા લીંબડી ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે કે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં નથી આવતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ બહાર ભુતશેરીના લોકો તેમજ જુના પોલીસ સ્ટેશન એટલે કે સબજેલ નજીક મહિલાઓ દ્વારા કચરો જાહેરમાં ઠાલવવામાં આવી રહ્યો છે જે સ્પષ્ટપણે વિડિયોમા દેખાઈ આવે છે ત્યારે આ બન્ને વિસ્તારમાં એકજ રોડ ઉપર અલગ અલગ જગ્યાએ કચરો ઠાલવવામાં આવતો હોય તેવું વિડિયોમા સ્પષ્ટપણે દેખાઈ આવે છે ત્યારે મળતી વિગતો મુજબ રામદેવપીરના ખાચા પાસેથી કોથળા ભરીને કચરો ઠાલવવામાં આવી રહ્યો છે તેમજ જમણવારનો એંઠવાડ સહિત ગંદકીનું સામ્રાજ્ય ઉભું કરવામાં આવી રહ્યું છે ત્યારે શરમ મુકીને કચરો ઠાલવી રહ્યા છે ત્યારે આ કચરાથી મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બન્ને જગ્યાએ સરકારી વિભાગ આવેલ છે એક સરકારી હોસ્પિટલ, જયા દર્દીઓ દાખલ હોય છે અને બીજી જગ્યા લીંબડી સબજેલ સહિત સરકારી પ્રાથમિક શાળા ત્યારે સબજેલમા કેદીઓ છે અને પ્રાથમિક શાળામા નાના નાના બાળકો ત્યારે હાલ મચ્છરજન્ય રોગ આ બાળકો, કેદીઓ સહિત દર્દીઓને થશે તો કોની સામે કાર્યવાહી થશે ત્યારે એજયુકેટેડ લોકો એવી પણ વાતો કરી રહ્યા છે કે આવા લોકો જાણી જોઈને લીંબડી નગરપાલિકાને બદનામ કરવાનુ ષડયંત્ર રચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો નગરપાલિકા દ્વારા આવાં લોકો સામે દંડાત્મક પગલાં લેવાં જોઈએ.
