ભાવનગરમાં ૨૫ દિવસ પહેલા થયેલ રેગિંગ કાંડનો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ૨૫ દિવસ પહેલા થયેલ રેગિંગ કાંડનો
વોન્ટેડ શખ્સ નાટ્યાત્મક ઢબે પોલીસ સ્ટેશનમાં હાજર થયો
હાજર થયાનાં ગણતરીના સમયમાં જ જામીન મુક્ત પણ થઈ ગયો.

ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાં ૨૫ દિવસ પહેલા ૭ સિનિયર તબીબોએ ૧૩ જુનિયર તબીબો પર અમાનૂષી અત્યાચાર સાથે છ મહિના સુધી રેગિંગ કર્યું હતું આ પ્રકરણે દાખલ થયેલ પોલીસ ફરિયાદ આધારે પોલીસે છ સિનિયર તબીબોની ધડપકડ કરી હતી પરંતુ એક શખ્સ ફરાર થઈ ગયો હતો આ વોન્ટેડ આરોપી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક રીતે હાજર થયો હતો અને હાજર થયાનાં ગણતરીના સમયમાં જામીન પર મુક્ત થઈ ગયો હતો.

આજથી ૨૫ દિવસ પહેલા શહેરની સરટી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા ૧૩ જુનિયર તબીબો પર ૭ સિનિયર તબીબોએ સતત છ મહિના સુધી અમાનૂષી અત્યાચાર આચરી રેગિંગ કર્યું હતું અંતે આ અત્યાચાર નો ભાંડો ફૂટતા ૭ સિનિયર તબીબો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ સમયે પોલીસે વિરેન્દ્ર જાડેજા, પ્રવિણ વર્મા,અમન વર્મા, વિશાલ ડાભી, ધર્મેન્દ્ર દયાળ, અને જયંત દેવાણીની ધડપકડ કરી હતી પરંતુ દિવ્ય મોદી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં ભોગ બનનાર જુનિયર તબીબો સાથે ભારે અન્યાય થયો છે ત્યારે અત્યાર સુધી ફરાર રહેલ દિવ્ય મોદી એકાએક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને હાજર થયાનાં ગણતરીના સમયમાં જ તેના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *