સુરત કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર બંધ

Featured Video Play Icon
Spread the love

સુરત કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર બંધ
આધાર કાર્ડ સેન્ટર બંધના બોર્ડ મરાતા લોકોને હેરાન
કલેકટર અને કમિશનરને પણ ફરિયાદ કરાઈ

સુરત મનપાની કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાનો બોર્ડ મરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે જેને લઈ કલેકટર અને કમિશનરને પણ ફરિયાદ કરાઈ હતી.

સુરતના કતારગામ ઝોનમાં આવેલા આધાર કાર્ડનું સેન્ટર બંધ છે તેવો બોર્ડ મારવામાં આવતા લોકો હેરાન થઈ રહ્યા છે. ઓપરેટર ન હોવાના કારણે આધાર સેન્ટર બંધ છે. તો આ અંગે જાગૃત નાગરિકે જણાવ્યું હતુ કે ઓપરેટરોને 7 થી 8 મહિનાથી પગાર મળ્યો નથી, આ મામલે તેમણે કમિશ્નર અને કલેકટરને ફરિયાદ પણ કરી છે. આધાર કાર્ડ અગત્યનો પુરાવો હોય છે ત્યારે સુરત મનપાના કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર હાલમાં બંધ છે. હાલ તો આધાર કેન્દ્ર બંધ હોવાના કારણે લોકોને ખુબ જ હાલાકી પડી રહી છે. કેટલા સમય સુધી આ આધાર કેન્દ્ર બંધ રહેશે તેની પણ કોઈ ચોક્કસ માહિતી નથી તેમ પણ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *