ભાવનગર મહુવા તાલુકાના ઓથા ગામે ડોંગી નદીમાં કાર તણાઈ,
કારમાંથી સમયસર ઉતરી જતા કોઈ જાનહાનિ નહીં
ભાવનગર મહુવા તાલુકાના ઓથા ગામ પાસે આવેલી ડોંગી નદીમાં એક કાર પાણીમાં તણાય હતી.
જોકે આગળ નાળુ આવી જતા કાર નદી માં જતા અટકી હતી અને કાર માં સવાર લોકોના બચાવ કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી મશીન દ્વારા કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, માત્ર કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદી મોસમમાં નાળા અને નદીઓ પરના પાણીવાળા રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે..
