સુરતે ફેશન જગતમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો
સુરત ખાતે યોજાયો વર્લ્ડનો સૌથી મોટો ફેશન શો
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
રાજા રાણી કોચિંગ સંસ્થાના ફેશન શોમાં 7000થી વધુ લોકોએ ભાગ લીધો
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે લીધી નોંધ
સુરત ખાતે રાજા રાણી કોચિંગ સંસ્થા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ફેશન શોમાં રેકોર્ડ બ્રેક 7000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જે વર્લ્ડનો સૌથી મોટો ફેશન શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળ્યુ છે.
સુરત ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન શોએ વિશ્વ ટેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે. સુરતને આ ગૌરવનો ક્ષણ મળ્યો છે. મોહિત ગડિયા અને પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના કારણે આ દંપતી દ્વારા સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે 7,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 1,200 લોકોએ ભાગ લીધો તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ હતું પરંતુ સુરતના આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે. રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયા જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે નહોતો, પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કીલને દેખાડવાનો પ્લેટફોર્મ હતું. સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા ના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માગીએ છીએ. ગત વર્ષે સંસ્થાએ 3,000 વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું. જેમાંથી 30 પ્રતિભાશાળી વિધાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ લંડન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કોલકાતા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતાં. આ ઇવેન્ટમાં કુલ 15 ફેશન સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતભરના 40 મોડેલ્સે વિવિધ ગારમેન્ટ્સ પ્રસ્તુત કર્યા. રંગ, સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. તો પ્રિયા ગડિયા જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે. સુરત શહેરે ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે. આ પ્રસંગે વિધાર્થીઓએ સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યો, જેમાં યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવી હતી.
