ભાવનગર : સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપા ઝડપાયા
ભાવનગર પોલીસે સાત લોકોને ઝડપી પાડ્યો
સ્પા ની આડમાં અનૈતિક દેહ વ્યાપાર કરતા સ્પા સેન્ટરો ઉપર રેઇડ કરી સાત ઇસમને પકડી પાડતી નિલમબાગ, ઘોઘારોડ, એએચટીયુ પોલીસ સ્ટેશનની ટીમ.
ગુજરાત સરકારશ્રી દ્વારા દેહ વ્યાપારની પ્રવૃતિ નાબુદ કરવા સારૂ પ્રયત્નો કરવામાં આવતા હોય. તે અંતર્ગત ભાવનગર જીલ્લાના રહે.આઇ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા મહે.પો.અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ ભાવનગર નાઓના દ્વારા ભાવનગર જીલ્લામાં સ્પા ની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર શહેરમાં અલગ અલગ સ્પા માં મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું પો.અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ ભાવનગરનાઓના ધ્યાને આવેલ હોય. જેથી ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશન, ઘોઘારોડ પોલીસ સ્ટેશન, તથા એએચટીયુ આઇ.યુ.સી.એ.ડબ્લ્યુની ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ સ્પા માં ડમી ગ્રાહક મોકલી આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાનું ધ્યાને આવતા જે અન્વયે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.ડી.ઝાલા તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.એન.દેસાઇ તથા એએચટીયુના પો.ઇન્સ. પી.પી.પટેલ તથા આઇ.યુ.સી.એ.ડબ્લ્યુ ના પો.ઇન્સ. એમ.સી.ચૌધરી નાઓએ અલગ અલગ ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોલમાં આવેલ (૧) આઇકોનિક વેલનેસ સ્પા (૨) ઓશીયન ડેઆર હમામ સ્પા (૩) અવેદા ફેમિલી સ્પા ને ત્યાં ડમી ગ્રાહક મોકલતા સદરહું સ્પા માં મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું જણાય આવતા ત્યાં રેઇડ કરી સ્પા ના સંચાલક તથા માલીક સાથે સાત ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
