સુરત : માંડવીમાં વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : માંડવીમાં વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઝડપાયો
માંડવી પોલીસે આરોપી પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરજાખણ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો માંડવી પોલીસે ઝડપી પાડી. 7 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લા પોલીસ તંત્રના મહા નિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા સુરત ગ્રામ્યની સૂચના અનુસાર બી.કે. વનાર વિભાગીય અધિકારીતથા સી.જી વાડદરિયા નાયબ પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્યની દિશા નિર્દેશ હેઠળ માંડવી પોલીસ તંત્ર પીઆઈ.એ.એસ.ચૌહાણના એ ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતરબંધ કરવા માટે માંડવી પોલીસ તંત્રની ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જેને અનુસંધાને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંગત બાતમી દારથકી ચોક્કસ માહિતી મળેલ જેને આધારે પોલીસે મહેન્દ્રા પીકપ ડ્રાઇવરને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વ્યારા તરફથી આવતી તરસાડા બાયપાસ થઈ કડોદ રોડ પર જનાર છે. તેવી હકીકતના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાહન આવતા તે વાહનને ઊભા રાખવા ઈશારો કરેલ પરંતુ ઊભી ન રાખતા ખાનગી વાહન દ્વારા પીછો કરિ પીકઅપ ગાડીને પકડી પાડેલ વહનચાલક અજય વિષ્ણુ પાટીલને પકડી પાડી. ગાડી તપાસ કરતા કુલ મુદ્દા માલ સાથે વાહનને પકડી પાડીરૂ 7,42,520/મુદ્દામાલ જપ્ત કરેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક ઈસમની ધરપક ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ત્રણ આરોપી પકડવાના બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *