સુરતના કાપોદ્રા બ્રિજ પરથી યુવાનનો તાપી નદીમાં કુદકો

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપોદ્રા બ્રિજ પરથી યુવાનનો તાપી નદીમાં કુદકો
યુવાનને સહીસલામત બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો
ફાયરની ટીમે યુવાનને સહીસલામત બહાર કાઢી પોલીસને સોંપ્યો

સુરતના કાપોદ્રા બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં કુદકો મારી દેતા રાહદારીઓએ ફાયરને જાણ કરી હતી જેથી તાત્કાલિક ફાયરે સ્થળે દોડી જઈ યુવાનને સહીસલામત બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે કાપોદ્રા બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં ઝંપલાવ્યુ હતું. આશરે 25 વર્ષીય યુવાને કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવતા જ રાહદારીઓ દ્વારા ત્વરિત ફાયર અને પોલીસને જાણ કરાઈ હતી. જેને લઈ ફાયરની ટીમે તાત્કાલિક સ્થળે દોડી જઈ રીંગબોય સહિતનાઓ દ્વારા તાપી નદીમાંથી યુવાનને સહીસલામત બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો અને ત્યારબાદ યુવાનનો કબ્જો અશ્વિનિકુમાર પોલીસને સોંપતા પોલીસે યુવાનની પુછપરછ હાથ ધરી હતી. જો કે યુવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકાયુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *