સોનગઢ ખાતે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારાનો વાર્ષિક મહોત્સવ
સફળ થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત
આજ રોજ તા. 19 એપ્રિલના દિવસે સોનગઢ ખાતે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારાનો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો
સોનગઢ ખાતે જ્ઞાનધારાનો વાર્ષિક મહોત્સવ પ્રસંગે વર્ષ 2025-26 દરમિયાન CET અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જ્ઞાનધારા સાથે સંકળાયેલા 450 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં કુલ 153 બાળકો પાસ થયાં હતા જેમાંથી 101 વિદ્યાર્થીઓ CET માં પ્રવેશ મેળવવા માં સફળ થયા હતા અને 52 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા। આ સિદ્ધિ તાપી જિલ્લાની માટે ગર્વની બાબત છે. આ પ્રસંગે સફળ થયેલા વિદ્યાર્થીઓને માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોનગઢ ખાતે આવેલ “પિતા શ્રીનું ઘર” (અનાથ આશ્રમ) માટે જો કોઈ જરૂરિયાતમંદ બાળક નજરે પડે તો સંસ્થાને જાણ કરવી જેથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. કાર્યક્રમમાં માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ ભરત લીમ્બાચીયા, સોનગઢ નગરપાલિકાના આકારણી અધ્યક્ષ કિશોરભાઈ, તાપી જિલ્લા દિવ્યાંગ સેવા કમિટીના અધ્યક્ષ શ્રી વિનયભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
