સુરતના અલથાણ ભીમરાડની મેયર અને મનપા કમિશનરે મુલાકાત લીધી

Featured Video Play Icon
Spread the love

સુરતના અલથાણ ભીમરાડની મેયર અને મનપા કમિશનરે મુલાકાત લીધી
ભીમરાડની શિવ રેસીડેન્સીની દિવાલ ધરાસાઈ
સ્થાનિક રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા હતા

સુરતના અલથાણ ભીમરાડની શિવ રેસીડેન્સીની દિવાલ ધરાસાઈ થઈ મામલે મેયર અને મનપા કમિશનરે સ્થળ મુલાકાત લીધી હતી.

સુરતના અલથાણ ખાતે શિવ રેસીડેન્સી દીવાલ ધરાસઇ થવા મામલે મોડે મોડે પાલિકા તંત્ર જાગ્યું હતું. પાલિકા કમિશનર મોડી રાત્રે મીડિયા થી બચવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તેમની સાથે મેયરે પણસ્થળની મુલાકાત લીધી હતી. ઘટના ના 48 કલાક બાદ મેયર અને પાલિકા કમિશનર દ્વારા બિલ્ડરને ઝડપી કામગીરી કરવા કડક સૂચના આપી હતી. તો રહીશો અને બિલ્ડર સાથે ચર્ચાઓ પણ કરી હતી. સાથે ઝડપી કામગીરી પૂર્ણ કરી રહીશોને ઘર મળે તેમ કહ્યુ હતું. અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કહ્યુ હતું. સ્થાનિક રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા છતાં આખો દિવસ પાલિકા કમિશનરને સમય મળ્યો ન હતો. આખરે મામલો શાંત થતા પાલિકા કમિશનર ઘટના સ્થળે દેખાવા પૂરતી કામગીરી કરવા પહોંચ્યા હોવાની ચર્ચા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *