સુરત સાયબર ક્રાઇમે છેતરપિંડીના ગુનામાં ત્રણની કરી ધરપકડ
શેરબજારમાં ઇન્વેસ્ટ કરી સારા નફાની લાલચ આપી 99.50 લાખની છેતરપિંડી
પોલીસે નાનજી ઉર્ફે પ્રવિણ પરષોત્તમ સવજી બારયાને ઝડપી પાડ્યો
શેર બજાર તથા આઈપીઓમાં રોકાણથી સારો એવો નફો મળશે તેવુ કહી ફરિયાદી પાસેથી 99 લાખથી વધુ ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર ઠગને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર પર ફરિયાદીએ ફરિયાદ કરી હતી તેઓને સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી જાહેરાત કરતી પોસ્ટ કરી વિશ્વાસમાં લઈ ઠગોએ 99 લાખ 50 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચરી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનાર મુળ ભાવનગરના પાલીતાણાનો અને હાલ કાપોદ્રા ખાતે એલ.એચ. રોડ પર આવેલ જનતા એપાર્મેન્ટમાં રહેતા નાનજી ઉર્ફે પ્રવિણ પરષોત્તમ સવજી બારયાને ઝડપી પાડ્યો હતો. જેની વધુ તપાસ સાયબર ક્રાઈમે હાથ ધરી છે.