સુરતમાં શેરબજારમાં રોકાણથી નફાની લાલચમાં ફ્રોડ
સાયબર ફ્રોડને અંજામ આપનાર બેની ધરપકડ
આરોપીઓની સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી
શેર બજાર તથા આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી સારો એવો નફો મળશે તેવુ જણાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ઠગોને અમદાવાદથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે.
સુરત સાયબર ક્રાઈમની હેલ્પ લાઈન પર સુરતના યુવાને ફરિયાદ કરી હતી કે શેર બજાર અને આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવુ જણાવી તેઓ પાસેથી 21 લાખ 94 હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચરાઈ હતી. જે ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી અને લાખો રૂપિયા પડાવી લેનાર ઠગો જેમાં મુળ રાજસ્થાનના નાગોરને અને હાલ અમદાવાદ ખાતે આવેલા ચંદનસિંહ શીવસિંહ બલવંતસિંહ તથા ગજેન્દ્રસિંહ રૂગનાથસિંહ ગોપલસિંહને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ અલગ અલગ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટના નામે લોકોને છેતરતા હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો આરોપીઓની સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.