સુરતના યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસે આગની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસે આગની ઘટના
બીઆરટીએસ કેનાલમાં કચરાના ઢગલામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા
દૂરથી ધુમાડો દેખાતાં વાહનચાલકોમાં અફરાતફરી
ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ ફાયર વિભાગને જાણ કરી

સુરતના યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસે બીઆરટીએસ કેનાલમાં કચરાના ઢગલામાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. દૂરથી ધુમાડો દેખાતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ટ્રાફિક પોલીસ અને ટીઆરબીએ આગ અંગે ફાયરને જાણ કતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતના યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસે જાહેર સ્થળે કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બીઆરટીએસ કેનાલમાં કચરો સળગતા ધુમાડાના ગોટેગોટા ઊંચે સુધી જોવા મળ્યા હતા. ટ્રાફિક પોઇન્ટ પાસે ધુમાડો દેખાતાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. અને જવાનોએ 112 ઇમરજન્સી સેવામાં ફોન કરીને આગ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. તો જાહેર સ્થળે કચરાના ઢગલામાં આગ લાગવાની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *