સુરતમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન
શહેરમાં સોલેક્સ એનર્જી લિ.એ એનએસઈ મેઈન બોર્ડ પર સફળ સ્થાનાંતરણ કર્યાનો જશ્ન ઉજવાયો

સોલાર ઉદ્યોગમાં મોખરાની કંપનીઓમાં શૂમાર સોલેક્સ એનર્જી લિમિટેડે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ હાલમાં જ નેશનલ સ્ટોક એક્સચેંજના મેઈન બોર્ડ પર સફળતાપૂર્વક સ્થાનાંતરણ કર્યું છે અને આ અવસરે સુરત શહેરમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં સુરતના માનનીય મેયર સહિત ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ, બેન્કર્સ, ઇન્વેસ્ટર્સ, પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ, તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના ચેરમેન અને એસ.ડી., ડૉ. ચેતન શાહે આ અવસરે જણાવ્યું હતું: “સુરતના આપણા શહેરમાં NSE મેઈન બોર્ડ પરના સ્થાનાંતરણની ઘોષણા કરવી એ સોલેક્સ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. બેલ વાગાડવો એ માત્ર એક સીમાચિહ્ન નથી, પણ અમારી ટીમની મહેનત, સ્ટેકહોલ્ડર્સનો વિશ્વાસ અને અમારી સતત વૃદ્ધિ અને સ્થિરતાનું જીવંત પ્રતિબિંબ છે સોલેક્સ એનર્જી સતત નવીનતા, ગુણવત્તા અને ટેકનોલોજી આધારિત સોલાર ઉકેલ આપતી રહી છે. NSE મેઈન બોર્ડ પર સ્થાન મળવું એ કંપની માટે નવું અદ્યાય છે, જેની સાથે વધુ વિશ્વસનીયતા અને રોકાણકારોની સંભાવનાઓ પણ જોડાય છે આ કાર્યક્રમે સુરતને એકવાર ફરી ઉદ્યોગ અને નવી સફળતાઓના કેન્દ્ર તરીકે ઉજાગર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *