અમરેલીમાં સિંહણનો મૃતદેહ મળ્યો
વન વિભાગની ટીમે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
આસપાસના ખેડૂતોની પણ પૂછપરછ કરાઈ
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે.
વન વિભાગને માહિતી મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈને લીલીયાના ક્રાકચ નજીક આવેલા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ (પીએમ)ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીએમ કર્યાં બાદ મૃતદેહના નમૂના એકત્ર કરીને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. સિંહણના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે વન વિભાગની ટીમો દ્વારા સ્થળ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
