સુરતમાં દિવાળી પહેલા વિદેશી દારૂ ઝડપાયા
લીંબાયત પોલીસે ત્રણની ધરપકડ કરી
આરોપીઓ પાસેથી ટેમ્પો પણ કબ્જે કરાયો
સુરતની લિંબાયત પોલીસે દિવાળી પહેલા જ વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી હતી. તો આરોપીઓ પાસેથી ટેમ્પો પણ કબ્જે કરાયો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વ, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ, મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાથી લિંબાયત પી.આઈ. એન.કે. કામળીયા અને પીએસઆઈ કે.વી. ઝાલાના માર્ગદર્શન હેઠલ લિંબાયત પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અ.હે.કો. મયુરસિંહ તથા અ.પો.કો. ક્રિપાલસિંહને મળેલી બાતીના આધારે ફોર વ્હીલ ટેમ્પો લઈ પસાર થતા રાજેશ ઉર્ફે રાજ મચ્છિન્દ્ર કોળી, વિજય ઉર્ફે જમરૂખ કાંતિ નાયકા અને સુર્યપ્રતાપસિંગ ઉર્ફે ગોલુને ઝડપી પાડી ટેમ્પાની ઝડતી લેતા તેમાંથી 2 લાખ 89 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ટેમ્પો, દારૂ, મોબાઈલ સહિત 4 લાખ 44 હજારથી વધુની મત્તા પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
