અમદાવાદ વાસણામાં હવે દીકરીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળશે

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ વાસણામાં હવે દીકરીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળશે
મહિલા દિવસ નિમિત્તે તપોવન વિદ્યા વિહારનું લોકાર્પણ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ.

અમદાવાદના વાસણા વિસ્તારમાં તપોવન વિદ્યાવિહારના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહ્યા હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વીદ્યાવિહારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસ નિમિત્તે ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી હતી

અમદાવાદના વાસણા વિસ્તારમાં તપોવન વિદ્યાવિહારના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહ્યા હતી, તપોવન વિદ્યાવિહારના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂ. આચાર્ય ભગવંત હંસકીર્તિ સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકીર્તિ સૂરિશ્વરજી મહારાજની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ સમારંભમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક શિક્ષણની અદ્યતન સુવિધાઓ આપતું આ વિદ્યા સંકુલ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપશે. તપોવન વિદ્યાવિહાર વડાપ્રધાનના ‘વિકાસ ભી વિરાસત ભી’ના સૂત્રને ચરિતાર્થ કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમિત ઠાકર, પૂ. આચાર્ય ભગવંત હંસકિર્તી સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકિર્તી સૂરિશ્વરજી મહારાજ સહિતના જૈન સાધુ-સંતો, જૈન અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *