સુરતમાં એન્જિન ઓઈલના ડબ્બામાંથી દારૂ ઝડપાયો
ભેસ્તાનમાં પોલીસે પ્લાસ્ટિકની બોટલમાં ઓઇલ ઠાલવતા જ પોલ ખુલી
ભેસ્તાનમાં પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતની ભેસ્તાન પોલીસે ઓઈલના પ્લાસ્ટીકના ડબ્બાની આડમાં દારૂનો સંગ્રહ કરનારાઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા ભેસ્તાન પોલીસ મેદાને છે ત્યારે ભેસ્તાન પી.આઈ. ના માર્ગદર્શન હેઠળ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર તથા રોહિતએ બાતમીના આધારે ભેસ્તાન સલીયાનગર ઈન્ડસ્ટ્રીઝ ખાતે દરોડા પાડી ત્યાં આવેલ શ્રીજી ટ્રેડર્સમાં તપાસ કરતા ત્યાંથી ઓઈલના પ્લાસ્ટીકના ડબલાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરનાર શૈલેન્દ્રકુમાર વેદારામસીંગ અને તેના બોલેરો પીકઅપના ડ્રાઈવર રામકુમાર રામરાજ ઉપાધ્યાયને ઝડપી પાડી 5 લાખ 24 હજારનો દારૂનો જથ્થો તથા બોલેરો સહિત લાખોની મત્તા ભેસ્તાન પોલીસે કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
