સુરતના ડિંડોલી ખાતે રાજ દુબેની હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી ખાતે રાજ દુબેની હત્યા
રાજમહેલ મોલમાંથી લોહીથી લથબથ હત્યા કરાયેલી લાશ મળી
આરોપીઓ જયેશ ઉર્ફે જેમીશ, હિતેશ અને પ્રશાંતની ધરપકડ

સુરતના ડિંડોલી ખાતે આવેલા રાજમહેલ મોલમાંથી લોહીથી લથબથ હત્યા કરાયેલી લાશ મળવાના ગુનાનો પોલીસે કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો. અને ડિંડોલી પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતમાં કાયદો વ્યવસ્થા સામે વારંવાર સવારો ઉભા થઈ રહ્યા છે ત્યારે સુરતના ડિંડોલીના રાજમહેલ મોલ માંથી રાજ દુબેની હત્યા કરાયેલી લાશ મામલે ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સુચનાને લઈ ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈડીએ ગોહિલ સાથે તપાસમાં જોડાઈ હતી અને પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને સતત તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે રાજ દુબેની હત્યા મામલે ત્રણ આરોપીઓ જયેશ ઉર્ફે જેમીશ, હિતેશ અને પ્રશાંતની ધરપકડ કરી પુછપરછ કરતા આરોપીએ જણાવ્યુ હતું કે પૈસાની લેતી-દેતી અને જૂની અદાવતને કારણે હત્યાનું કાવતરું ઘડાયું હતું. જેથી ડિંડોલી પોલીસે હત્યારા જૈમિશ ભરત વૈષ્ણવ, હિતેશ મનોજ કટિયાર અને પ્રશાંત પવન બાસીની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *