સુરતમાં પોલીસ માટે સુવિધાઓમાં મોટો વધારો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પોલીસ માટે સુવિધાઓમાં મોટો વધારો
116 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાજર

સુરતમાં પોલીસ માટે સુવિધાઓમાં મોટો વધારો થયો છે. પિપલોદ પોલીસ લાઈન સહિત વિવિધ સ્થળોએ 116 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ સમયે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાજર રહ્યા હતાં.

સુરત પોલીસના જવાનો માટે નવા આવાસોનુ લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયુ હતું. પિપલોદ પોલીસ લાઈન ખાતે નવા પોલીસ આવાસ, હોર્સ રાઈડિંગ સ્કૂલ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરાયુ હતુ સાથે જ રાંદેર, ભેસ્તાન, લાજપોર જેલ અને મરીન ટાસ્ક ફોર્સ સહિત અનેક સ્થળોએ નવી સુવિધાઓ શરૂ કરાઈ છે. પોલીસ કર્મચારીઓ માટે આધુનિક સુવિધાઓનો વધારો થયો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ અને ડે સીએમ હર્ષ સંઘવી ના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા  પિપલોદ પોલીસ લાઈન ખાતે કક્ષા-બી/192 ક્વાટર્સ લોકાર્પણ તો હોર્સ રાઈડીંગ સ્કુલ, લાઈબ્રેરીનું પણ લોકાર્પણ કરાયુ હતું. રાંદેર પોલીસ લાઈન ખાતે કક્ષા બી-40, ભેસ્તાન પોલીસ સ્ટેશન, એસીપી જે ડિવીઝનની ઓફિસનું, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કીચનર્સ બેરેક, કોમ્યુનિટી હોલનું, સુરત જીલ્લાના મરીન ટાસ્ક ફોર્સ ખાતે કક્ષા-બી/48, કક્ષા-સી/12, કક્ષા ડી/04, એડમીન બ્લોક ક્લબ હાઉસ, એમ.ટી. સેક્શન ક્વાર્ટર ગાર્ડ, બેરેક કિચન સહિતનું 116 કરોડના બાંધકામોનુ લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયુ હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *